ભારતનું વસુધૈવ કુટુમ્બકમ..
ખૂબ જ ચર્ચાસ્પદ તથા વૈશ્વિક પટલ પર નોંધનીય એવું નાગરિક સુધારા બિલ આખરે સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. પારસીઓના ગુજરાતના સંજાણ બંદરે આગમનથી અત્યારસુધી ભારત હંમેશા વિશ્વના પ્રતાડિતોને શરણ આપવાનું માનવીય કાર્ય કરવામાં ખુશી અનુભવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદ બંને ગૃહોમાં બિલ રજૂ કર્યા બાદ તે અંગે લાંબી ચર્ચાઓ પણ ચાલી હતી. આ બિલની જોગવાઈ મુજબ 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી, ક્રિશ્ચિયન અને બૌદ્ધ ધર્મના લોકો ભારતની નાગરિકતા મેળવી શકશે. આ સાથે નાગરિકતા અધિનિયમ, 1955માં સુધારો થશે. આ બિલ રાષ્ટ્રપતિની મહોર લાગતાં જ તેની જોગવાઈઓ અમલી બની જશે. જૂની જોગવાઈઓ અનુસાર ભારતની નાગરિકતા લેવા માટે 11 વર્ષ સુધી નહિં પરંતુ આ ત્રણ દેશો (પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ)ના નાગરિકો 5+1 વર્ષથી ભારતમાં રહેતા હશે તેને નાગરિકતા મળી શકશે. આ પહેલા આ બિલ લોકસભામાં 311 વિરુદ્ધ 80 મતોથી પાસ થયું હતું. પૂર્વોત્તરના રાજ્યોનો વિરોધ હોવા છતાં પણ શરણાર્થીઓએ આ બિલનું સમર્થન કર્યું હતું. આમ, વિદેશમાં પ્રતાડિતો માટે ભારતની ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવનાને ઉજાગર કરતું આ વિધેયક પર ભારતીય સંસદે મહોર લગાવી હતી. જય હિન્દ, જય ભારત