વર્લ્ડ હૅપીનેસ રિપોર્ટ 2020માં ભારત 144મા રેન્ક પર
Author :
Krutarth Vaghela
તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા 8મો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2020 જારી કરવામાં આવ્યો હતો. જેમાં ભારત 144માં ક્રમે રહ્યું હતું. જયારે પ્રથમ ક્રમે ફિનલેન્ડ રહ્યું હતું. આ અહેવાલ 20 માર્ચ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ખુશહાલી દિવસના દિવસે લોન્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2011માં UN જનરલ એસેમ્બલીએ 'હૅપ્પીનેસ: ટુવર્ડ્સ અ હોલિસ્ટિક ડેફિનેશન ઓફ ડેવલોપમેન્ટ' નામનો ઠરાવ સ્વીકાર્યો હતો. એપ્રિલ 2012માં આ અંગેની બેઠક યોજાઈ હતી. જેની અધ્યક્ષતા UNના તત્કાલીન સેક્રેટરી જનરલ બાન કી મૂન અને ભૂતાનના તત્કાલીન PM જીગ્મે થિનલેએ કરી હતી. તે સમયથી એટલે કે 2012થી વર્લ્ડ હૅપીનેસ રિપોર્ટ જારી કરવામાં આવે છે. વર્ષ 2019ના રિપોર્ટમાં ભારત 140માં ક્રમે રહ્યું હતું.
Added on :
21st Mar 2020